સુરતના એક શો રૂમમાં લાગી ભીષણ આગ - માનદરવાજા ફાયર વિભાગ
🎬 Watch Now: Feature Video
સુરત શહેરમાં ફરી પાછી આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે શહેરના વિસ્તારમાં આવેલ ખટોદરા પોલીસ સ્ટેશનની (Khatodara Police Station) સામે ઇશિતા ફેશન શો રૂમમાં(Fire in fashion show room) અચાનક આગ લાગતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આગ લાગતા જ ફાયર વીભાગને જાણ કરતા મંજુરા અને માનદરવાજા ફાયર વિભાગની(Mandarwaja Fire Department) ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચાલવી 30 મિનિટમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ આગ સાવરે 8:30ની આસપાસ લાગી હતી. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહની થઈ નથી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી જાણી શકાયું નથી.હાલ કુલિંગની કામગીરી(Cooling operation) કરવામાં આવી રહી છે. આ આગમાં શોરૂમનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણ ભળીને ખાખ થઈ ગયો છે.જોકે ગઈકાલે પણ શહેરના ગોડાદરા વિસ્તારમાં સિટીબસમાં શોર્ટ સર્કિટ(Short circuit in citybus) થવાને કારણે આગ લાગી હતી.એમાં પણ સમય સૂચકતા ને લીધે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST