Cultivated potatoes: ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરીના ખેડૂતે એર પોટેટોની કરી ખેતી - પ્રાકૃતિક ખાતર
🎬 Watch Now: Feature Video
દ્વારકા: ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી ગામે વ્રજલાલ સુરેલીયા જેઓ હાલ પોતાની ઓછી જમીનમાં કરેલ ખેતીમાં એર પોટેટો ખેતીની સાથે પ્રાકૃતિક ખેતીને લઇ ચર્ચામાં છે. ઓછી જમીનમાં પ્રાકૃતિક ખેતી તરફ વળેલા વ્રજલાલભાઈ હાલ એર પોટેટોની ખેતી કરી ચર્ચામાં આવ્યા છે. હાલ તેઓ પોતાના ખેતરમાં એર પોટેટોની ખેતી કરી રહ્યા છે શુ છે આ એર પોટેટો અને કેમ વ્રજલાલ સુરેલીયા ચર્ચામાં આવ્યા તો તેનું કારણ રસપ્રદ છે.
જમીન અંદર થતો આ પાક: બટેટાએ કાંદ મૂળ પાક છે. અને જમીન અંદર થતો આ પાક છે. સામાન્ય રીતે બટેટા બજારમાં ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ રહે છે. પરંતુ વ્રજ લાલ સુરેલીયાએ વેલા પર લટકતા બટેકા ની ખેતી શરૂ કરી છે. એક વખતે આ બટેકા જમીનમાં વાવી દેવાથી આ બટેકા એપ્રિલ મહિનામાં બહાર નીકળે છે. વેલના સ્વરૂપમાં ઉપર બહાર નીકળે છે.
આ પણ વાંચો હવે ફળની ખેતીમાં પણ 'કમલ' ખીલ્યું, 1000 માં વાવેતરથી ભાવ 200 રુપિયાને પાર
ઓછી જમીનમાં સિમેંટ: આ વેલમાં બટેકા આવે છે આ બટેકા સામાન્ય બટેકા કરતા સ્વાદમાં ખુબ સારા અને ચિપ્સ માટે best કેવાલિટીના માનવામાં આવે છે. અને એટલે જ ઓનલાઇન આ બટેકાનો ભાવ 50 થી 100 સુધીના કિલોના ભાવ મળે છે. વ્રજલાલ ભાઈ સુરેલીયાએ એક વર્ષ અગાઉ પોતાના ઓછી જમીનમાં સિમેંટના થાંભલાની મદદથી ટપક સિંચાઈનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને એર પોટેટો ની ખેતી શરૂ કરી હતી.
આ પણ વાંચો Organic farming: નવસારીના ખેડૂતે ખેતરને બનાવ્યું પ્રાકૃતિક ખેતીની પ્રયોગશાળા
એર પોટેટો કહેવામાં આવે: એર પોટેટો એટલે જમીનમાં નહિ વેલામા ઉગતા બટેકા એટલે જ આ પાકને એર પોટેટો કહેવામાં આવે છે. આ પાકમાં હાલ તમામ રીતે પ્રાકૃતિક ખેતી દ્વારા વ્રજલાલ ભાઈ ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ તેમને એર પોટેટોનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે અને ઓનલાઇન તેઓ આ બટેકાનું વેચાણ કરી રહ્યા છે. અને ઓનલાઇન 100 રૂપિયા જેટલો ભાવ મેળવી રહ્યા છે. તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવી ગ્રાહકોને સ્વચ્છ અને શુદ્ધ સાત્વિક એર પોટેટો વેચાણ કરી રહ્યા હોય ગ્રાહકો આકર્ષાયા છે તેઓ ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે.
કુદરતી સાનિધ્યમાં પાકની જાળવણી: પ્રાકૃતિક ખાતર સાથે તમામ પ્રકારે અહીં કુદરતી સાનિધ્યમાં પાકની જાળવણી કરવામાં આવે છે. અહીં તેઓ ટપક સિંચાઈની મદદથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ તેઓએ પ્રથમ વર્ષે આ પ્રકારે સેટઅપ ગોઠવ્યું છે. આવતા વર્ષે વધુ ઉત્પાદન મેળવી સારી અવાક મેળવવા તેઓ પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રકારની ખેતીથી બે ફાયદા ચોક્કસ છે. લોકોને શુદ્ધ સાત્વિક ચીજ વસ્તુ મળે અને કોઈ શરીરને પણ હાનિ ના પહોંચે અને ખેડૂતો ને પણ સારો ભાવ મળે તો ખેતીને પ્રોત્સાહન મળે હાલ વ્રજલાલભાઈ સુરેલીયા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યા છે.
લાભદાયી ફળદાયી સાબિત: ખેડૂતો માટે ભાવ સારા અને શુદ્ધ પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે લાભદાયી ફળદાયી સાબિત થઈ શકે છે. વ્રજલાલ સુરેલીયા માત્ર 3 વીઘામાં ડ્રેગન ફ્રૂટ, એર પોટેટો, સહિતના પાકો લેવાની શરૂઆત કરી ચુક્યા છે. તેઓ આ ખેતીને શ્રેષ્ઠ ખેતી ગણાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે પણ ફાયદાકારક આ ખેતી છે સારુ ઉત્પાદન અને સારા ભાવો ઓછી ખેતીમાં મેળવી શકાય છે. એર પોટેટોની ખેતીએ દ્વારકામાં પગ પસેરો કર્યો છે ત્યારે આવનારા દિવસોના અન્ય ખેડૂતો પણ આ દિશામાં આગળ વધે તો ફાયદો થઈ શકે.