નર્મદા પરિક્રમા કરવા નીકળેલ શ્રદ્ધાળુઓની એક બોટ દિશા ચૂકી લવાછા દરિયાકાંઠે આવી પહોંચી - oat of devotees who had set out to circumambulate
🎬 Watch Now: Feature Video
ગુજરાતની પવિત્ર ગણાતી અને ભરૂચ જિલ્લામાંથી વહેલી નર્મદા મૈયાની પરિક્રમાં જીવનમાં ઓછામાં ઓછી ત્રણ વખત કરી નદી કિનારે આવેલ શિવ મંદિરોમાં બિરાજમાન શિવજીના દર્શન કરી પવિત્ર અને પાવન બનવાનો લ્હાવોનો ઉલ્લેખ હિન્દુ શાસ્ત્રોમાં પણ હોવાથી નર્મદા પરિક્રમાનું અનેરું સ્થાન છે,જેના પગલે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પરિક્રમા બોટમાં બેસી કરતા હોય છે આ પરંપરા મુજબ નર્મદા પરિક્રમા કરવા હાંસો તાલુકાના બેસી વમલેશ્વર થી દહેજ દરિયાના મીઠી તલાવડી ખાતેના શિવ મંદિરે જવા નીકળ્યા હતા તે દરમિયાન વહેલી સવારના ગાઢ ધુમ્મસના કારણે દિશા ચૂકી જતા પૈકી એક બોટ યાત્રીઓ દરિયાના પાણીમાં અટવાયા હતા. શ્રદ્ધાળુઓની આ બોટ ગાઢ ધુમ્મસની વિદાય બાદ ઓલપાડ તાલુકાના લવાછા ગામના દરિયાકાંઠે આવી પહોંચી હતી. જોકે અચાનક બોટ ગુમ થતા આ મામલે અન્ય તાલુકાના મામલતદાર સહિત સરકારી તંત્રને જાણ કરી હતી જેથી સરકારી તંત્રને એલર્ટ કર્યા હતા જ્યારે હાસોટ તાલુકાના દરિયામાંથી ગુમ થયેલ શ્રદ્ધાળુઓની આ બોટ ઓલપાડ તાલુકાના લવાછા ગામ નજીક હોવાની માહિતી હાંસોટ તાલુકા મામલતદાર એ ઓલપાડ પોલીસને આપી હતી, દરમિયાન સંપર્ક થતા તેઓ લવાછા ગામના દરિયાકાંઠાના અંતરથી આશરે 8 કિલોમીટર દૂર હોવાની માહિતી મળી હતી ઓલપાડ પોલીસે આઠ કિલોમીટર સુધી પગપાળા દરિયો ખૂંદી ઘટના સ્થળે પહોંચી લીધા હતા. (Narmada lost its direction and reached Lavacha beach)
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST
TAGGED:
દરિયો