કવાંટનો રામી ડેમ ભયજનક સપાટીએ પહોંચતા 8 ગામોને એલર્ટ કરાયા - રામી ડેમ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા રામી ડેમ સંપૂર્ણ ભરાયો(Kwant Rami Dam at alarming level) ગયો છે.સતત વરસી રહેલા વરસાદના પાણીના( Rami irrigation dam)કારણે કવાંટ તાલુકા ખંડીબારાના રામી ડેમની સપાટી ભયજનક પર( Rami Dam of Chhota Udaipur)આવી ગયો છે. 14 જુલાઈ નાં 8 કલાકની સ્થિતિએ રામી ડેમમાં 196.35 મીટર જેટલું પાણી (Rami Dam)હાલ ભરાઈ ચૂકયું છે અને સપાટી ભયજનક સ્થિતિમાં છે. હાલમાં 196.35 મીટરે ઓવર ફ્લો થશે. છેલ્લાં 24 કલાક દરમિયાન 34.75 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઓવર ફ્લો થતા રામી ડેમના નીચાણ વાળા વિસ્તારનાં 1. ખંડીબારા 2. ઝાલાવાંટ 3.મોટી સાંકળ 4. દેવત 5.વીજળી 6.ડેરી.7 વાંટા અને ચિલીયાવાંટ તેમ 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રામી ડેમની કવાંટ તાલુકા વિકાસ અધિકારી હર્ષિત પટેલે હાલ ત્યાં ચાંપતી નજર રાખી રહ્યાં છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST