સરદારનગરમાં મતદાનના દિવસે પથ્થમારો કરનારા 22 લોકોની ધરપકડ, 12 મહિલાઓ સામેલ - કૌટુંબિક સંબંધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 8:56 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં(Nehrunagar of Sardarnagar) તારીખ 5મી ડિસેમ્બરે બનેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે સામસામે ગુનો નોંધી મહિલાઓ સહિત 22 આરોપીઓની ધરપકડ કરી છે. તારીખ 5 મી ડિસેમ્બરે એક તરફ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું. ત્યાં સરદારનગરના નહેરુનગરમાં (Nehrunagar of Sardarnagar) અચાનક બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. આ ઘટનામાં અનેક લોકોને ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.પથ્થરમારાના કેસમાં પકડાયેલ આરોપીઓ કૌટુંબિક સંબંધ ધરાવે છે. એક વર્ષ પહેલાં દુકાનની અદાવતમાં થયેલા ઝઘડામાં મુકેશ સોલંકીના પિતા અર્જુન સોલંકીની હત્યાને લઈને પૂજા વાઘેલાના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ હત્યાની અદાવત રાખીને બન્ને પક્ષ વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો, ચૂંટણીના દિવસે પણ બનેં વચ્ચે ઝઘડો થયો હતો. અને આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ ગંભીર ઘટનાને લઈને પોલીસે હત્યાના પ્રયાસ, મારામારી અને રાયોટિગનો ગુનો નોંધીને બંને પક્ષના મળી 22 જેટલા લોકોની ધરપકડ કરી છે. સરદારનગરની જૂથ અથડામણમાં(Nehrunagar of Sardarnagar) પોલીસે 22 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે.આ ઉપરાંત જુદી જુદી ટિમ બનાવીને અન્ય ફરાર 8 આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.