Navratri 2023 : જર્મનીનો કિશોર દેશી રંગે રંગાયો, કચ્છી કોટી પહેરી ગરબે ઘુમ્યો
🎬 Watch Now: Feature Video
સુરત : ગુજરાતીઓ વર્ષ આખું નવરાત્રી પર્વની રાહ ફક્ત ગરબા માટે જોતા હોય છે. ત્યારે હાલ ગુજરાતી ગરબાનો પ્રચાર પ્રસાર સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં થઈ રહ્યો છે. જેની અસર એવી થઈ છે કે, માત્ર ગુજરાતી જ ગરબાપ્રેમી નથી હોતા પરંતુ દેશ-વિદેશના લોકોને પણ થઈ ગરબાએ ઘેલું લગાડ્યું છે.
વિદેશી દેશી રંગે રંગાયો : સુરત શહેરમાં લોકો એક વિદેશીને ગરબા રમતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જર્મનીથી સુરત ભણવા માટે આવેલા 17 વર્ષીય ફિલિસ્પિરિન ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરામાં રંગમાં રંગાઈ ગયો છે. હાલ નવરાત્રી દરમિયાન તે કુર્તા અને કચ્છી કોટી પહેરીને તે ગરબા રમતા જોવા મળે છે. આ જર્મન કિશોર હાલ સુરતમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે.
17 વર્ષીય જર્મન વિદ્યાર્થી : રોટરી ક્લબ દ્વારા ચાલી રહેલા એજ્યુકેશન એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સુરત આવેલા જર્મનીના કિશોર ફિલિસ્પિરિનએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા હું સુરત આવ્યો હતો. મેં ગરબા શીખ્યા અને મને ખૂબ જ મજા આવી રહી છે. મને ગરબા ખૂબ જ પસંદ છે. ખાસ કરીને જે અનેક રંગોના પરિધાન છે તે મને ખૂબ જ ગમે છે. છેલ્લા બે મહિનાથી હું ગરબા શીખી રહ્યો હતો.