તાપીમાં આમ આદમી પાર્ટીમાં રાજકીય ભુકંપ સર્જાયો, 16 હોદેદારોએ આપ્યા રાજીનામા - 16 હોદેદારોએ આપ્યા રાજીનામા
🎬 Watch Now: Feature Video
તાપી : નિઝર વિધાનસભાનાં (Nizar Legislative Assembly) ઉમેદવારની સતાવાર જાહેર થતાં વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) આમ આદમી પાર્ટીમાં રાજકીય ભુકંપ સર્જાયો (Political Earthquake Created In AAP) છે. 16 હોદેદારોએ ચૂંટણી વખતે પક્ષ વિરોધી કામ કર્યાની ફરીયાદ અને રોષ સાથે 16 જેટલા હોદેદારોએ રાજીનામા (16 Office Bearers Of AAP Resigned In Tapi) આપી દેતા ચકચાર મચી જવા પામી છે. તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનાં વિવિધ હોદેદારોએ જીલ્લા પ્રમુખ સાગર વસાવાને રાજીનામા ટેલીફોનીક અને સોશિયલ મીડિયા દ્વારા દેતા ચકચાર મચી જવા પામી છે. શહેર, તાલુકા તથા જિલ્લાનાં વિવિધ મોરચાનાં 16 જેટલા હોદેદારોએ સામુહિક રાજીનામા આપતા રાજકીય ભુકંપ સર્જાયો છે. વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીનાં ઉમેદવારનાં નામને લઈને હોદેદારોએ વિરોધ નોંધાવતા ભાજપ અને કોગ્રેસને માટે સારા સમાચાર હોઈ એવું કહેવાય રહ્યું છે જેને લઇને આમ આદમી પાર્ટીને હાર નિશ્ચિત હોય એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે . આ ચૂંટણીના પરીણામ પછી આમ આદમી પાર્ટીમાં આવેલો આ રાજકીય ભુકંપ તેના સંગઠ્ઠનને માઠી અસર પહોંચાડી શકે છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST