ભાવનગરમાંથી ૧૫ લાખથી વધુ કિંમતના ગાંજાનું વાવેતર ઝડપાયું
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ SOG અને LCB પોલીસને ગાંજાના મસમોટા જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. મહુવા તાલુકાના મોણપર ગામે કાદવાડી સીમમાં કપાસ-જુવારની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે ખાસ ઓપરેશન હાથ ધરી તપાસ કરતા, ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીના આધારે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મળેલી બાતમીના આધારે મહુવાના મોણપર ગામની કાદવાડી સીમમાં સંજયભાઈ ધરમશીભાઇ પાંડર નામના વાડી માલિકે પોતાની વાડીમાં જુવાર-કપાસની આડમાં ગાંજાનું મોટાપાયે વાવેતર કર્યું હોય, જેથી પોલીસે ત્યાં રેડ કરતા ત્યાં સંજય પણ હાજર હતો. વાડીમાં તપાસ કરતા જુવાર-કપાસના વાવેતર વચ્ચે ગાંજાના ૪૦૫ છોડ મળી આવ્યા હતાં. જેમાં પોલીસે રૂપિયા 15,85,700 ની કિંમતનો 317 કિલો ગાંજા સાથે પોલીસે સંજયની ધરપકડ કરી હતી. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.