ICC World Cup 2023: સમગ્ર ટીમને મોટા સ્ટેડિયમમાં રમવાનો અનુભવ- રોહિત શર્મા - ઝાકળ ઈશ્યૂ
🎬 Watch Now: Feature Video
Published : Oct 13, 2023, 7:41 PM IST
અમદાવાદઃ સમગ્ર શહેર અમદાવાદ-પાકિસ્તાનની મેચને લઈને રોમાંચિત છે. અમદાવાદમાં આ મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર ખેલાડીઓ જ નહીં દરેક ક્રિકેટ પ્રેમી માટે આવતીકાલનો દિવસ મહત્વનો બની રહેશે. આવતીકાલની મેચ રોહિત શર્માએ પ્રિ મેચ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે ભારતીય ટીમને મળતા પ્રેક્ષકોના સપોર્ટ, વિશાળ સ્ટેડિયમ, ઝાંકળ સમસ્યા(ડ્યૂ પ્રોબ્લેમ), શુભમન ગીલ, પાકિસ્તાન વિરુદ્ધ મેચના પ્રેશર, ટીમના પ્રદર્શન વિશે પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા હતા.
શુભમન 99 ટકા ફિટઃ રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચને એક સામાન્ય મેચ તરીકે રમીશું તેવું જણાવીને કોઈ પ્રેશર ન લેવાનો ઈરાદો જાહેર કર્યો હતો. તેમને ઈન્ડિયન ટીમનો છેલ્લા કેટલાક સમયથી દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો હોવાનું જણાવ્યું હતું. શુભમન વિશેના પ્રશ્નના જવાબમાં રોહિત શર્માએ સૂચક સ્મિત સાથે તે 99 ટકા ફિટ હોવાનું કહ્યું હતું. ભારત કે પાકિસ્તાન બન્નેમાં કોઈ ફેવરિટ કે કોઈ અન્ડર ડોગ નથી. પાકિસ્તાન સાથે આપણી ટીમનું સારુ પ્રદર્શન રહ્યું છે, છતાં રોહિત શર્મા દરેક મેચને અલગ ગણાવે છે.