Cyclone Biparjoy : નવસારીનો દરીયો તોફાને ચડ્યો, બોરસી ગામના લોકો ભયના નેજા હેઠળ જીવવાનો વારો આવ્યો
🎬 Watch Now: Feature Video
નવસારી : જલાલપોર તાલુકાના બોરસી ગામ ખાતે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયાથી નજીક આવેલું બોરસી ગામમાં પાંચથી સાત મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાના પાણી ગામમાં પ્રવેશે તેવી સંભાવના ગામના લોકો વ્યક્ત કરી રહ્યા હતા. જેને લઈને ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામના લોકોએ અહીં પ્રોટેક્શન વોલ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ ન બનાવતા લોકોએ ભયના નેજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના ઉભરાટ માછીવાડ દાંડી, કૃષ્ણપુર, મેધર, ભાટ, ઓંજલ, વાસી, બોર્સીના દરિયાકિનારે મોટા પાયે ભરતીની શરૂઆત થઈ છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.
- Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસની તૈયારી, જરૂર પડે અન્ડર બ્રિજ થશે બંધ
- Cyclone Biparjoy : વડોદરામાં ડાક કર્મયોગી કાર્યક્રમમાં સંચાર પ્રધાને વાવાઝોડાને લઈને મહત્વનું નિવેદન આપ્યું
- Cyclone Biparjoy : વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં 1521 શેલ્ટર હોમ્સ તૈયાર, હજારો લોકોનું સ્થળાંતર