ભગવાન ગણેશજીની મૂર્તિઓના કદમાં છૂટથી અંબાજીના મૂર્તિકારોમાં આનંદ ભયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 25, 2022, 7:02 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

બે વર્ષથી કોરોના મહામારીને લઈ અનેક તહેવારો ઉપર મહામારીનુ ગ્રહણ લાગેલું હતું. હવે કોરોનાનું ગ્રહણ દૂર થતા તહેવારો ફરી જીવંત બન્યા છે. અંબાજીના મૂર્તિકારો ગણેશ મહોત્સવ 2022 ની તૈયારીમાં લાગી ગયા છે. ભગવાન ગણેશજીની મૂર્તિઓના કદમાં છૂટથી મૂર્તિકારોમાં પણ આનંદની લાગણી છે. અંબાજી પંથકમાં ગણેશ મહોત્સવને લઈ મૂર્તિકારો નાની મોટી મૂર્તિઓ બનાવવામાં મશગુલ બન્યા છે તો ક્યાંક કલર કરીને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી જે નુકસાનીનો સામનો મૂર્તિકારોને ભોગવવો પડ્યો છે તે કદાચ આ વખતે નુકસાની સરભર થાય તેવા વ્યાપારની પણ અપેક્ષા રાખી રહ્યા છે. જોકે મૂર્તિકારો પણ મૂર્તિથી પ્રદૂષણ ન ફેલાય ને પાણીમાં સરળતાથી વિષર્જીત થઇ જાય તેવા પદાર્થોનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. Ambaji idol makers happy, Ganesh Chaturthi Aug 2022 , Relaxation in size of Ganesh idols, Ganeshotsav 2022 in Ambaji
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.