માંડવીના દરિયામાં ગણેશજીના વિસર્જન દરમિયાન સર્જાયો ભક્તિમય માહોલ - માંડવીના દરિયા કિનારે ભક્તિમય માહોલ
🎬 Watch Now: Feature Video
કચ્છ ભુજમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત 14 ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું આજે માંડવીમાં દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભૂજના ટીનસીટી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી ગણેશજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભુજથી માંડવી તરફ જવાના માર્ગ પર ઠેરઠેર દરેક ગામડાઓમાં વિઘ્નહર્તાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માંડવીના સ્થાનિક લોકો પણ વિસર્જનની વિધિ માટે ગણેશજીની મૂર્તિ સાથે દરિયામાં જુદી જુદી બોટમાં ગયા હતા. માંડવીના દરિયા કિનારે ભક્તિમય માહોલ સર્જાયો હતો. આગલા વર્ષે ગણેશજી જલ્દી આવે અને હાલમાં ચાલી રહી મહામારી અને રોગચાળો દૂર થાય તેવી લોકોએ બાપ્પા પાસે પ્રાર્થના કરી હતી. Kutch Mandvi Ganesh Visarjan in Sea, Eco friendly Ganesha statue, Lord Ganesha Visarajan Yatra, Mandavi seaside devotional Environment
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST