...તો આ રીતે તૂટ્યો મહુવા અને અલંગ વચ્ચેનો સંપર્ક - રોડ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકામાં ભારે વરસાદ (Heavy Rain in Talaja Taluka of Bhavnagar) પડ્યો હતો. તેના કારણે ત્રાપજથી અલંગને જોડતા માર્ગ પર મણાર ગામના પાદરમાં પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આથી રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદના કારણે મણારી નદીમાં પૂર આવતાં ડાયવર્ઝન જ ધોવાઈ (Damage to diversion in Bhavnagar) જતાં અલંગ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જિલ્લાના મહુવા તળાજા તાલુકામાં ભારે વરસાદના કારણે ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ઉઠ્યાં હતા. સાથે જ અનેક નદીઓમાં ઘોડાપૂર (Flooding in rivers of Bhavnagar) આવ્યું હતું. આ ઘટનાની તંત્રના અધિકારી તથા ધારાસભ્ય કનુભાઈ બારૈયા સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ પૂરના પાણી (Flooding in rivers of Bhavnagar) ઓસર્યે અલંગ સાથે કનેક્ટિવિટી જોડવા કામગીરી હાથ ધરી હતી. ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા કે, રોડ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે (Negligence of road contractor) આવી છે. કઠવા તથા મણાર ગામના લોકોએ કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું કે, ચોમાસામાં મણારી નદીમાં (Flooding in rivers of Bhavnagar) ભારે પૂર આવે છે. એટલે જૂનો પુલ યથાવત્ રહેવા દેવામાં આવે, પરંતુ કોન્ટ્રાક્ટરે ગ્રામજનોની અવગણના કરી. તેમ જ પૂલના પિલર બનાવવા ખોદેલા ખાડાની માટી પણ નદીમાં નાખી હતી. તેના કારણે પાણીનો ભરાવો થયો અને નદી કાંઠે સેકન્ડ સેલના ખાડા ધરાવતા ખાડાધારકોનો 35થી 40 લાખ રૂપિયાનો સામાન પૂરના (Flooding in rivers of Bhavnagar) પ્રવાહમાં તણાઈને દરિયામાં જતો રહ્યો હતો. આથી આ ઘટના અંગે જવાબદારો સામે પગલાં ભરવાની અને ખાડાધારકોને થયેલ નુકશાની તેની પાસેથી વસૂલવા માગ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST