Dwarka HSC exam: સમગ્ર રાજ્યની સાથો સાથ દ્વારકા જિલ્લામાં પણ આજથી બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ - Dwarka HSC exam
🎬 Watch Now: Feature Video
દ્વારકા જિલ્લામાં HSC બોર્ડમાં 42 કેન્દ્રો પર 350 બ્લોકમાં 10046 વિધાર્થીઓ પરીક્ષા આપશે તો HSCબોર્ડમાં 19 કેન્દ્રમાં 158 બ્લોકમાં 4663 વિધાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે તમામ પરિક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા લગાવવામાં આવેલ છે અને હવા, ઉજાસ ,વીજળી,પાણી, સેનીટેશન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે વિધાર્થીઓ સુંદર વાતાવરણમા પરીક્ષા આપે તે માટે આજરોજ જિલ્લા કલેકટર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ભાજપના કાર્યકરો દ્વારા વિધાર્થીઓને મોઢું મીઠું કરાવવી બેસ્ટ વીસ સાથે સાથ એક્ઝામની શરૂઆત કરાવવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST