Congress Pray For Peace : ગુજરાત કૉંગ્રેસે વિશ્વશાંતિ માટે સમર્થેશ્વર મહાદેવને પ્રાર્થના કરી - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14628273-thumbnail-3x2-pray.jpg)
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (ukraine russia war ) વચ્ચે વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય અને યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ સહી સલામત પોતાના પરિવારે મળે તે અંતર્ગત લો ગાર્ડન ખાતે આવેલ સમર્થેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ દ્વારા પૂજાપ્રાર્થના રાખવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Pradesh Congress President Jagdish Thakor ) જણાવ્યું હતું કેસમગ્ર વિશ્વ વિશ્વયુદ્ધની તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સમાચારથી જોતા માનવ ઉપર જાણે યુદ્ધની આફત આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર વિશ્વમાં શાંતિ થાય (Congress Pray For Peace ) અને અમને સૌને મહાદેવના આશીર્વાદ મળે. સમગ્ર વિશ્વમાં શાંતિમય વાતાવરણ બની રહે તેવી પ્રાર્થના.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST