Congress Legislative Team Announced : સી. જે. ચાવડાને દંડક બનાવાયાં, જાણો બીજા કોને કઇ જવાબદારી મળી - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video
ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થયા છે. કોંગ્રેસની ટીમમાં કયા ધારાસભ્યોને કઈ જવાબદારી મળશે તે જાણવા લોકો આતુર હતાં. ત્યારે આજે દિલ્હી કોંગ્રેસથી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના ધારાસભ્ય ડૉ સી. જે. ચાવડા અને કોંગ્રેસ પક્ષના દંડક તરીકેની (Congress Legislative team announced ) જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે શૈલેષ પરમારને ઉપનેતા તરીકેની જવાબદારી સોંપાઈ છે. સાથે લલિત વસોયા ઉપદંડક, પુંજાભાઈ વંશ અને વિઝીટ ઉંમર કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવકતા, અન્ય પ્રવક્તાઓમાં અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોર, અમરીશ ડેર, નવસાદ સોલંકી અને કિરીટ પટેલનો (Gujarat Congress Team in Vidhansabha) સમાવેશ કરવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST