વડોદરાના રાજવી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે વિજ્યાદશમી નિમિત્તે શસ્ત્રનું પૂજન કર્યું - Maharaja Samarjit Singh Gaekwad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9310549-891-9310549-1603640166520.jpg)
વડોદરાઃ શહેરમાં વિજ્યાદશમીના પાવન પર્વે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પરંપરાગત રીતે રાજપુરોહિતના મુખે વેદોક્તમંત્રના ઉચ્ચારણ સાથે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગાયકવાડી સમયના શસ્ત્રોનું કંકુ પુષ્પ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન સમયે રાજવી પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અને શસ્ત્રોનું પૂજન કરી રાજપુરોહિત પાસે આશીર્વાદ લીધા હતા. પૂજન વેળાએ પરંપરાગત રીતે શહનાઈ વાદન કરવામાં આવ્યું હતું.