માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં સાતથી વધુ ગામ થયા જળબંબાકાર - Sheep diocese
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ તાલુકાના સામરડા, સરમા, ઓસાઘેડ સહિત ઘેડ પંથકના સાતથી વધારે ગામોમાં ધોધમાર વરસાદ થતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થતિ સર્જાઇ છે. માંગરોળ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડતા ઘેડ પંથકની નદીઓ છલકાઇ હતી જેથી ખેતરોમાં પાણી આવતા ખેતરોનું ધોવાણ થયું હતું. ઉપરાંત ઓજત નદીના ત્રણ દરવાજા ખોલવામાં આવતા તે પાણી પણ ઘેડ પંથકમાં આવતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. તેમજ ગામોમાં પણ ગોઠણડુબ તો ક્યાક કેડ સમાં પાણી ભરાયા છે.