અમદાવાદના કાલુપુરમાં ખુલ્લેઆમ સિગરેટ અને તમાકુના વેચાણનો વીડિયો વાયરલ... - વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોરોના વાઇરસને લઈને લોકડાઉન છે, જેમાં તમામ ઝોનમાં પાનના ગલ્લા પણ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે, તેમ છતાં ખુલ્લેઆમ તમાકુ અને સિગારેટનું વેચાણ થઈ રહ્યું હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયો કાલુપુર વિસ્તારનો હોવાનું સામે જાણવા મળ્યું છે. શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ સોદાગરની પોળમાં કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ બહાર પાન-મસાલા અને બીડી તથા સીગેરટનું વેચાણ થઈ રહ્યું હોવાનું વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ગુટકાના પેકેટ બહાર પડ્યા છે અને તેનું વેચાણ થઈ રહ્યું છે. હાલમાં ગુટકા અને સિગરેટના વેચાણ પર પ્રતિબંધ હોવાથી બમણી કિંમતે પાન મસાલા અને સિગરેટનું વેચાણ થઈ રહ્યું છે. વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી છે.