વડોદરા: ખાનગી શાળાઓની શિક્ષિકાઓએ CM અને શિક્ષણ પ્રધાનને રાખડી મોકલી વળતરની આશા વ્યક્ત કરી - વળતર મળે તેવી આશા કરી વ્યક્ત
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ પ્રસરી રહ્યો છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા તમામ શાળાઓ અને ટ્યુશન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિણામે શિક્ષકો બેરોજગાર બન્યા છે. છેલ્લા પાંચ મહિનાથી રોજગારી બંધ રહેતા તેઓનું માસિક બજેટ ખોરવાયું છે અને સરકાર પાસે કોઈ વચલો રસ્તો કાઢવાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે ઘણા શિક્ષકો પોતાની ગરીમાં જળવાઇ તેવા વ્યવસાય સાથે પણ જોડાઇ ને રોજગારી મેળવી જેમ તેમ પોતાની આર્થિક પરિસ્થિતિ સરભર કરવાની કોશિશમાં લાગ્યા છે. ત્યારે શહેરની ખાનગી શાળાઓની 30થી વધુ શિક્ષિકાઓ શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં ડી.ઈ.ઓ અધિકારી હાજર ન મળતા તેઓએ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મારફતે મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાનને રાખડી મોકલી હતી અને જણાવ્યું હતું કે અમે સરકારના નિર્ણયને માન આપીને ઓનલાઇન ભણતર ભણાવી રહ્યા છીએ. જેથી હાલના સમયે કોઈ વચલો રસ્તો નીકળી યોગ્ય વળતર મળે તેવી આશા વ્યક્ત કરી હતી. સ્કુલ ફી સદંતર નહિ લેવાના સરકારના આદેશ સિવાય ઓનલાઇન શિક્ષણથી માંડીને વિદ્યાર્થીઓને શિક્ષણના હિતમાં થયેલા આદેશોને શિક્ષણ જગત સ્વીકાર્યા હતા.