વડોદરાની SSG હોસ્પિટલ ખાતે નર્સિગ સ્ટાફ એસોસિએશન દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી - વડોદરા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સાથે તબીબી અધિક્ષક ડોક્ટર રંજન ઐયર એસ.એસ.જી હોસ્પિટલના એડવાઈઝર ડો. મીનુ પટેલ તેમજ નર્સિંગ એસોસિએશનના અગ્રણી ઈકબાલ કડીવાલા, કમલેશ પરમાર સહિતના આગેવાનોએ હાજર રહી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પીટલમાં કોરોના દર્દીઓ માટે ખાસ કોવિડ વોર્ડ ઉભો કરાયો છે. જ્યાં કોરોનાના દર્દીઓની સતત ખડેપગે સેવા આપવા કોરોના વોરિયર્સ દ્વારા શનિવારના રોજ ટ્રેઈન્ડ નર્સીંગ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા મર્યાદિત સંખ્યામાં અને સોશિયલ ડિસ્ટન્ટ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોસ્પીટલમાં નવ નિયુકત થયેલા સુપ્રિટેન્ડન્ટ અને એડવાઈઝરને કોરોના વોરિયર્સ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. સાથે સયાજી હોસ્પીટલમાં નવ નિયુકત થયેલા સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા.