Vadodara Rape Suicide Case: યુવતીના માતાપિતાએ ઠાલવ્યો ગુસ્સો, 15 દિવસમાં યોગ્ય તપાસ નહીં થાય તો CBI તપાસની માગ કરીશું - demand CBI investigation
🎬 Watch Now: Feature Video
સુરતઃ વડોદરામાં દુષ્કર્મ બાદ (Vadodara Rape Suicide Case) વલસાડમાં ટ્રેનમાં આત્મહત્યા કરનારી યુવતીના (Rape of a young woman from Valsad) માતાપિતા હજી પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. આ ઘટનાને એક મહિના કરતા પણ વધુ મય વિતી ગયો છે, પરંતુ હજી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આના કારણે મૃતક યુવતીના માતાપિતા શહેરના સર્કિટ હાઉસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને મળવા (Presentation of Home Minister Harsh Sanghvi regarding the misdemeanor case) પહોંચ્યા હતા. તે દરમિયાન ગૃહ રાજ્યપ્રધાને આશ્વાસન (Meeting of the girl's parents with the Minister of State for Home Affairs) આપ્યું હતું કે, તમને ન્યાય ચોક્કસ મળશે. બીજી તરફ યુવતીના માતાપિતાએ આક્ષેપ કર્યો હતો કે, દુષ્કર્મ કરનારા લોકો તેની હત્યા માટે જ તેનો પીછો કરી રહ્યા હતા અને જો 15 દિવસમાં કોઈ યોગ્ય દિશામાં તપાસ નહીં થાય તો તેઓ CBI તપાસની પણ (demand CBI investigation) માગ કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતુ કે, એનજીઓએ તેમની પુત્રી દ્વારા લખવામાં આવેલી ડાયરીના પન્ના ફાડી નાખ્યા હતા, જેના કેટલાક પન્ના પોલીસે જપ્ત કર્યા છે. આરોપીઓએ એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, આ અંગે પોલીસે ઓએસિસ સંસ્થા સામે તપાસ કરવી જોઈએ. આપને જણાવી દઈએ કે, મૃતક યુવતી મૂળ નવસારીની હતી.