વડોદરામાં કોરોનાના વધતા કહેર સામે સરકારએ જાહેરમાં થુંકનારા સાથે દંડાત્મક કાર્યવાહીના આદેશ - not wear mask and spit in public place
🎬 Watch Now: Feature Video
વડોદરા: રાજ્યમાં વધી રહેલા કોરોના વાઈરસના કેસોને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેરમાં થુંકનાર તથા માસ્ક પહેર્યા વગર વાહન ચલાવતાં ચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ પોલીસ તંત્રને કર્યો છે. જે અંતર્ગત પહેલા જ દિવસે પોલીસે માસ્ક પહેર્યા વગર વાહન ચલાવતાં 67 ચાલકોને પકડ્યાં હતા.આરોગ્ય અને કલ્યાણ વિભાગે પરિપત્રમાં જણાવ્યું છે, જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેર્યું હોય અથવા ચહેરો કોઈપણ રીતે ઢંકાયેલા ન હોઈ તેવી વ્યક્તિ પાસેથી 200 રૂપિયા દંડ વસુલ કરવાનો રહેશે. આવી જ રીતે જાહેરમાં થુંકનારા વ્યકિત વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવાની છે. દંડ વસુલાતની સત્તા પોલીસ તંત્રને આપવામાં આવી છે. આ અંગેની જાણ લો એન્ડ ઓર્ડરના આઈજીપી નરસિમ્હા કોમરે તમામ પોલીસ કમિશ્નર રેટ એરિયા તથા જિલ્લા પોલીસ વડાઓને કરી છે. જેના આધારે આજે ટ્રાફિક પોલીસે જુદા-જુદા પોઈન્ટો પર સ્પેશ્યલ ડ્રાઈવ રાખી માસ્ક પહેર્યા વગર અથવા ચહેરો ઢાંક્યા વગર વાહન ચલાવતાં 67 ચાલકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી દંડ પેટે રૂ.13,400ની વસુલાત કરી હતી.