વડોદરા: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ગ્રાન્ટમાંથી 2.47 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું - Speaker of the Gujarat Legislative Assembly
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તેમના વિસ્તારમાં વિકાસના અનેક કામોનો રવિવારે શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજેન્દ્ર ત્રિવેદીની ગ્રાન્ટમાંથી તેમના વોર્ડ વિસ્તારમાં અંદાજે 2 કરોડ 47 લાખ 55 હજાર 700 રૂપિયા અને 1 કરોડ 24 લાખ રૂપિયાના 37 જેટલા કામોને મંજૂરી મળ્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખાતમુહૂર્ત કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યકર્તાઓ સાથે સાંભળી હતી.