રાજકોટમાં LRD પરીક્ષા મુદ્દે આદિવાસીઓ આંદોલનના માર્ગે, ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું - લોકરક્ષક દળની પરીક્ષાનો વિવાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ધોરાજીમાં આદિવાસી રબારી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. લોકરક્ષક દળની ભરતીમાં પાસ થયેલા યુવાનોને અનુસૂચિત જનજાતિના લાભોથી વંચિત રાખ્યા હોવાથી તેમને તેનો લાભ આપવામાં આવે તેવી માગ કરાઇ છે. આ મુદ્દે આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. જેના અનુસંધાનમાં મોટી સંખ્યામાં રબારી આદિવાસી સમાજના લોકો ધોરાજીના મુખ્ય માર્ગો પર ઉતરી પડ્યા હતા. જ્યાં સૂત્રોચ્ચાર કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ યોગ્ય નિરાકરણ ન આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.