સુરતમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનો બન્યા યમરાજ, નિયમો ભંગ કરનારાઓને શપથ લેવડાવી - 32મો માર્ગ સલામતી સપ્તાહ
🎬 Watch Now: Feature Video
સુરતમાં હાલ 32માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો નિયમ પાળતા થાય તે માટે સુરત પોલીસ વિવિધ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે સુરતમાં આજે ટીઆરબી જવાનોએ યમરાજની વેશભૂષા ધારણ કરી હતી. અને લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. શહેરમાં રસ્તા પર થતા અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે અકસ્મમાતો ઘટાડવા માટે આ રસપ્રદ રીતે સમજાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. યમરાજ બનેલા ટીઆરબી જવાનોએ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા અને કહ્યું હતુ કે, ટ્રાફિકના નિયમો પાળો નહિ તો તમને લેવા અમારે આવું પડશે અને જે લોકો ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા નજરે ચડ્યા હતા, તેઓને શપથ પણ લેવડાવવામાં આવી હતી.