રાજસ્થાનમાં ચાલી રહેલા શિક્ષક ભરતી વિવાદના તોફાનોની અસર ગુજરાતના વાહનવ્યવહાર પર પડી - ગુજરાત વાહનવ્યવહાર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : રાજસ્થાનમાં શિક્ષક ભરતી વિવાદના તોફાની આંદોલનની અસર ગુજરાતના વાહન વ્યવહાર પર પડી રહી છે. રાજસ્થાનમાં આવેલા ડુંગરપુરના કાંકરી ડુંગરીમાં તોફાની તત્વો દ્રારા વાહનો સળગાવતા શામળાજી પોલીસ દ્રારા ઉદયપુર જવાવાળા વાહનોને ભિલોડા અંબાજીથી આબુરોડ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર તોફાની તત્વો દ્રારા ડુંગરપુર પાસે રાજસ્થાન પોલીસની અસંખ્ય ગાડીઓ સળગાવી છે. હાલ પોલીસે રાજસ્થાન તરફ જતો એક તરફનો નેશનલ હાઇવે નં 8 બંધ કરી દીધો છે.