રાજકોટઃ ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, જુઓ ડ્રોનની નઝરે - Moj dam overflow
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ઉપલેટા તાલુકામાં આવેલો મોજ ડેમ હાલ ઓવર ફ્લો થયો છે. મોજ ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યાં છે, જેના પગલે ગઢાળા ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે. ગઢાળા ગામ જવા માટેના કોઝવે પર જ્યારે મોજ ડેમના પાટિયા ખોલવામાં આવે છે ત્યારે તેના પર પાણી ફરી વળે છે, જેથી અહીંથી લોકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. ત્યારે ઘણા અકસ્માતના પણ બનાવો બન્યા છે. કોઝવે પસાર કરતી વખતે લોકોના વાહનો પણ બંધ પડી જાય છે તેમજ ઘણા લોકોને ઈજાઓ પણ થતી હોય છે. આ કોઝવે માટે તંત્રને સરપંચ દ્વારા અનેક રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર લોકોની સમસ્યાનો હલ લાવી શકે તેવું પણ ક્યાંય દેખાઇ રહ્યું નથી.