સુરતમાં દિવ્યાંગ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો, બપોરે 2 વાગ્યા સુધીમાં 23.58 ટકા મતદાન નોંધાયું - સુરત મહાનગરપાલિકા
🎬 Watch Now: Feature Video
સુરતઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં સવારે 07 વાગ્યે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું હતું. સુરતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 23.58 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો છે. જેમાંથી 60 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ સુરતમાં કુલ 32, 88, 352 મતદારો છે. જે પૈકી 15, 17, 238 પુરુષો, 14, 70, 999 મહિલા અને 110 ટ્રાન્સજેન્ડર છે.