જામનગરમાં રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ શિશુવિહાર હાઈસ્કૂલમાં મતદાન કર્યું - local body Election in Gujarat
🎬 Watch Now: Feature Video
જામનગરમાં 645 જેટલા મતદાન મથક પર વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ શિશુવિહાર હાઇસ્કુલમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. હકુભાએ જણાવ્યું કે, જામનગર શહેરમાં ભાજપને 50થી વધુ બેઠક મળશે. જામનગર શહેરમાં કુલ 645 જેટલા મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકો મતદાન કરી રહ્યા છે. કલેકટર એસ. રવિશંકર તેમજ તમામ પાર્ટીના આગેવાનોએ વહેલી સવારે મતદાન કર્યું હતું.