આજથી કેવડિયા ખાતે નેશનલ કોન્ફરન્સ શરૂ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કરાવ્યો પ્રારંભ - national conference at Statue of Unity tent city 2
🎬 Watch Now: Feature Video
કેવડિયા: આજે મંગળવારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશમાં મહિલાઓના આરોગ્ય અને બાળકોમાં કુપોષણ અંગેની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ આરોગ્ય મંત્રાલયના પ્રધાન સ્મૃતિ ઈરાની કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે સવારે 8 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. જ્યારબાદ સવારે 10:30 કલાકે ટેન્ટ સિટી 2 ખાતે દિપ પ્રાગટ્ય કરીને કોન્ફરન્સની શરૂઆત કરાવી હતી.