અમદાવાદમાં સંત સંમેલનનું આયોજન, રામ મંદિર નિર્માણ ફંડ માટે થઈ ચર્ચા - સંત સંમેલન આયોજન
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રામ મંદિર નિર્માણ અર્થે નાણા એકત્ર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ સંપ્રદાયના 50થી વધુ સંતો ભેગા થયા હતા અને કઈ રીતે રામ મંદિર નિર્માણ કાર્ય કરવામાં આવશે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સંતોનો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ સંપ્રદાયના વધુમાં વધુ સંખ્યામાં સંતો રહ્યા હતાં. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાણા એકઠા કરવાનો કાર્યક્રમ આગામી 15મી જાન્યુઆરીથી શરૂ થશે. પરંતુ તેના માટે કયા પ્રકારની કામગીરી કરવી તે અંગે ચર્ચા કરવા માટે સંતોનો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.