ઉત્તરપ્રદેશની ઘટનાના વિરોધમાં રાજકોટ NSUIએ સીએમ યોગી અદિત્યનાથના પૂતળાનું કર્યું દહન - Rajkot NSUI protests over Uttar Pradesh incident
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ઉત્તરપ્રદેશમાં યુવતી સાથે બનેલી ઘટનાના વિરોધમાં ગુરૂવારે રાજકોટ NSUI દ્વારા ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી અદિત્યનાથના પૂતળાનું દહન NSUIના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.