રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ઑવરફ્લો, જુઓ વીડિયો... - વરસાદના કારણે ગુજરાતના ક્યા ડેમ ઓવરફ્લો
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સમગ્ર રાજકોટ શહેરને પાણી પૂરું પાડતો આજીડેમ ચાલુ વર્ષે સારો વરસાદ થતા ઑવરફ્લો થયો છે. અંદાજીત 28 ફૂટની સપાટી ધરાવતો આજીડેમ ઑવરફ્લો થતા સમગ્ર વર્ષ રાજકોટવાસીઓને પાણી માટે રાહત રહેશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જ્યારથી આજીડેમનું નિર્માણ થયું ત્યારથી અત્યાર સુધીમાં માત્ર 12 વખત જ ડેમ ઑવરફ્લો થયો છે. ચાલુ વર્ષે કોરોનાના કેસને લઈને આજીડેમ હાલ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. તેમજ અહીં કોઈ પ્રવેશે નહીં તે માટે વિજિલન્સ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ જરૂર જણાય ત્યારે રાજકોટમાં સૌની યોજના મારફતે પણ નર્મદાનું પાણી આજીડેમમાં છોડવામાં આવે છે.