વાપી અને દમણમાં વરસાદી માહોલ, છુટાછવાયા વરસાદી ઝાપટાએ રસ્તા ભીના કર્યા - વાપી
🎬 Watch Now: Feature Video

વાપીઃ વાપીમાં મંગળવારે વહેલી સવારથી જ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે જનજીવન ખોરવાયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ઉનાળાની ગરમીમાંથી રાહત મેળવી છે. વાપીના તમામ મુખ્ય માર્ગો વરસાદી પાણીથી ભીંજાયા છે. વરસાદથી બચવા ઘર બહાર નીકળેલા લોકોએ ભીંજાતા બચવાના પ્રયાસો કર્યા હતાં અને ઇમારતો કે ઝાડ નીચે ઉભા રહી વરસાદી ઝાપટા અટકે તેની રાહ જોતા નજરે પડ્યા હતાં. જ્યારે બીજી બાજુ કેટલાક લોકોએ ચોમાસાની સિઝનનો આરંભ ગણી ભીંજાવાની મોજ માણી હતી.