રાજકોટમાં પાણીમાં ફસાયેલી કારમાંથી લોકોનું કરાયું રેસ્કયુ - Rescue people from the car
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં રવિવારે 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈને ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. તેમજ શહેરના નદી નાળા પણ ઓવરફ્લો થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. ત્યારે શહેરના મવડી પાસે આવેલા ગુરુકુળ નજીક એક કાર વરસાદી પાણીમાં તણાઈ હતી. જેમાં બે લોકો સવાર હતા. જો કે, કાર સાથે બન્ને લોકો ડૂબે તે પહેલાં જ તેમનું સ્થાનિકો દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. તેમજ તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.