સુરતમાં ભગવાન મહાવીર સ્કુલ બહાર વાલીઓએ ફી મુદ્દે વિરોધ નોંધાવ્યો - Mahavira School
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરમાં ભગવાન મહાવીર સ્કુલ બહાર વાલીઓએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે, બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તે ફી ભરવા વાલીઓ તૈયાર છે, પરંતુ તેમ છતાં સ્કુલ સંચાલકો પોતાની રીતે વધુ ફી ની માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્યુશન ફીને લઈને પણ ફીનું માળખું તેઓ લેખિતમાં આપી નથી રહ્યા. જેથી તેઓ વિરોધ કરી રહ્યા છે.