વડોદરામાં મોબાઈલ એસેસરીઝ બજારમાં કોવિડના નિયમોનું પાલન નહીં થતા સ્થાનિકોમાં રોષ - Treasures of social distance
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના કેટલાક સ્થળો પર કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવામાં નહીં આવતું હોવાનું સામે આવ્યું છે. મરીમાતાના ખાંચામાં સૌથી મોટી મોબાઈલ એસેસરીઝ બજારમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા. કોરોનાં મહામારીમાં સરકારના નીતિનિયમોનું વેપારીઓ દ્વારા પાલન નહીં કરવામાં આવતા બુધવારે સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા અને તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. રહીશોના કહ્યા પ્રમાણે વેપારીઓ દ્વારા સરકારે જાહેર કરાયેલા સૂચનોનું પાલન કરવામાં આવતું નથી, તેમજ દુકાનધારકો રવિવારે દુકાનો બંધ કરવાના નિયમનું પણ પાલન કરતા નથી. રહીશોએ વધુમાં કહ્યું કે આજે અમે ભેગા થઈ વિરોધ કર્યો છે અને જિલ્લા કલેક્ટર, મ્યુ.કમિશનર સહિત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી અહીં કોવિડના નિયમોનું પાલન કરવા રજૂઆત કરવામાં આવશે.