રાજકોટમાં વરસાદી પાણીનો નિકાલ કરતા સમયે વિપક્ષી નેતાને થઈ ઇજા - rajkot
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8615894-thumbnail-3x2-rajkot1.jpg)
રાજકોટઃ જિલ્લામાં 5 ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા પણ પ્રભાવિત વિસ્તારમાં દોડી ગયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થામાં લાગી ગયા હતા. આ સમયે ડ્રેનેજ ઢાંકણું ખુલ્લુ હોવાથી તેમાં પડી જવાના કારણે વિપક્ષી નેતાના હાથમાં ઇજા પહોંચી હતી. જોકે ઘટનાસ્થળે હાજર લોકો વશરામ સાગઠિયાને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા.