જામનગરમાં સતત 12માં વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજાઈ, 44 સ્પર્ધકોએ લીધો ભાગ - મહિલા સ્પર્ધકો
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં સતત 12માં વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક(લાડુ) આરોગવાની સ્પર્ધા યોજાઈ છે. મોદક સ્પર્ધામાં કુલ ૪૪ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે.10 મહિલા,6,બાળકો,19 પુરુષોએ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગત વર્ષે ખંભાળિયાના યુવકે 19 લાડુ ખાઇ સ્પર્ધામાં ઇનામ મેળવ્યું હતું. તો મહિલા સ્પર્ધકો પણ 11 જેટલા લાડુ આરોગવાનો રેકોર્ડ ધરાવે છે.ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં રાજકોટ, મોરબી, જેતપુર ,ખંભાળિયાથી સ્પર્ધકો ભાગ લેવા માટે આવ્યા છે.જામનગરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.લાડુ સ્પર્ધામાં માતા પુત્ર, માતા દીકરી,બાપ બેટા પણ સાથે ભાગ લીધો છે.