જન્માષ્ટમી પર્વે સંગીત પ્રેમી બાળકોએ "અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ" ભજન કર્યું રજૂ
કૃષ્ણ જન્મનો તહેવાર એટલે જન્માષ્ટમી. આમ તો જન્માષ્ટમી એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવાનો તહેવાર છે. આ પ્રસંગે ઘણા ભક્તો અલગ-અલગ રીતે ઉજવણી કરતા હોય છે. શેરીમાં મટકી ફોડનો કાર્યક્રમ થતો હોય છે, ભક્તો મંદિરમાં જઈને કૃષ્ણભક્તિમાં મગ્ન બની જતા હોય છે. કૃષ્ણ સાથે સંગીતનો સીધો સંબંધ છે, ત્યારે આણંદના સંગીત શીખતાં બાળકોએ "અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ" ભજન ગાઇને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.
Last Updated : Aug 30, 2021, 6:36 PM IST