Murder of a senior citizen in Jamnagar: જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે સિનિયર સિટિઝનની હત્યા કરનારા 4 આરોપીઓ ઝડપાયા - એલસીબીએ વૃદ્ધની હત્યાની તપાસ કરી
🎬 Watch Now: Feature Video
જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ઘેટા બકરા ચોરવા આવેલા 4 આરોપીઓએ ખેતાભાઈ ચાવડીયા નામના એક સિનિયર સિટિઝનને (Murder of a senior citizen in Jamnaga) માથાના ભાગે લાકડીથી હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યારે જામનગર પોલીસે 24 કલાકમાં આ ચારેય આરોપીઓને ઝડપી (Arrest of accused in murder of old man) પાડ્યા છે. હત્યા કર્યા પછી આરોપીઓ પાટણના સમી વિસ્તારમાં ભાગી ગયા હતા. જામનગર LCBએ સ્થાનિક પોલીસની મદદથી ચારેય આરોપીઓને ઝડપી (LCB investigated the murder of the old man) પાડયા હતા. મૃતકના પૂત્રએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી મૃતકની હત્યામાં ઉપયોગ કરાયેલા સાધનો, ફોરવ્હીલ અને ટૂ વ્હીલર જપ્ત કર્યા છે.