રાજકોટમાં અડધા કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ - rain in half an hour in Rajkot
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ હવામાન વિભાગની અગાહીને પગલે રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે બપોર બાદ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને શહેરના રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા. છેલ્લા બે દિવસના ભારે બફારા બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે રાજકોટના નીચાણવાળા મોવડી ચોકડી, ગોંડલ ચોકડી, પુનિતનગર ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. શહેરમાં માત્ર અડધો કલાકમાં અંદાજીત 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો.