વડોદરા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં નર્સિંગ કોલેજોના સત્તાધીશો સાથે બેઠક યાજાઇ - Officer Dr. Vinod Rao
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8871974-1041-8871974-1600604342629.jpg)
વડોદરાઃ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં ખાસ ફરજ પરના અધિકારી ડૉ. વિનોદ રાવે જિલ્લાની 11 નર્સિંગ કોલેજોના સત્તાધીશો સાથે બેઠક યોજી હતી. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં નર્સિંગના સ્ટુડન્ટને સ્ટાફ તરીકે મૂકી શકાય તે માટે 11 નર્સિંગ કોલેજના નર્સિંગના સ્ટુડન્ટની યાદી મંગાવી હતી, પરંતુ વારંવાર કહેવા છતાં પણ યાદી રજૂ ન કરાતાં ડોક્ટર વિનોદ રાવે એપેડમિક એકટ હેઠળ આ નર્સિંગ કોલેજોને નોટિસ ફટકારી હતી અને જો કોરોનાની કામગીરીમાં નર્સિંગના સ્ટુડન્ટની યાદી આપવામાં સહયોગ કરવામાં નહીં આવે તો નર્સિંગની માન્યતા રદ્દ થાય તે દિશામાં કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.