'મહા' વાવાઝોડું ગુજરાત પર લેન્ડફોલ નહીં થાય - 'મહા' વાવાઝોડું
🎬 Watch Now: Feature Video
સુરત: ગુજરાત માટે રાહતના સમાચાર છે. 'મહા' વાવાઝોડું ગુજરાત પર લેન્ડફોલ થશે નહીં. અરબી સમુદ્રમાં જ તે નબળું પડી ગયું છે. સુરત તંત્રએ અને સમગ્ર ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. જુનાગઢ, ગીરસોમનાથ, દિવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી છે.