સુરતઃ સાર્વત્રિક વરસાદથી કિમ નદી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ - Low level bridge submerged in water
🎬 Watch Now: Feature Video
સુરતઃ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે જિલ્લાના નદી-નાળા, ચેકડેમમોમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદીમાં નવા નીર આવ્યાં હતા, જેને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઇ હતી. વરસાદના કારણે કીમ નદીનું જળ સ્તર વધ્યું હતું, જેને પગલે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે કીમ નદી પર આવેલો લો લેવલ બ્રીજ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. કીમ નદી આજુબાજુના 15 ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. કીમ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.