રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડવો જોઈએઃ સુરતના સ્થાનિકો - પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ
🎬 Watch Now: Feature Video
સુરતઃ દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે મધ્યમ વર્ગીય પરિવારની કમર તૂટી ગઈ છે. વાહન ધરાવતા લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે મોંઘવારીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સુરતના લોકોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું, કે સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંકુશ લગાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને મળીને વિચારવું જોઈએ અને એક કાયદો અથવા નિયમ એવો બનાવવું જોઈએ કે જ્યારે ક્રૂડ ઓઈલનો ભાવ ઓછો થાય ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં ન આવે ખાસ કરીને રાજ્ય સરકાર જે ટેક્સ લગાવે છે, તેને ઓછો કરવો જોઈએ.