લીલી પરિક્રમા: રાજકોટથી પરિક્રમા માટે GSRTC ફાળવશે 60 એક્સ્ટ્રા બસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 6, 2019, 1:55 PM IST

રાજકોટ: જૂનાગઢમાં દર વર્ષે કારતક આગિયારસથી પૂનમ સુધી ગિરનારની પરિક્રમા યોજાય છે. ત્યારે આ વર્ષે પણ પરિક્રમા યોજાવાની છે. તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. પરિક્રમામાં દર વર્ષે દેશ વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ આવે છે. આ શ્રધ્ધાળુઓને જૂનાગઢ જવા માટે મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ ટ્રેન સાથે એક્સ્ટ્રા બસ પણ ફાળવવાનો નિર્ણય સરકારે કર્યો છે. GSRTC પરિક્રમા માટે 60 એક્સ્ટ્રા બસ ફાળવશે, જે પરિક્રમા દરમિયાન રાજકોટવાસીઓને પરિક્રમા સુધી પહોચાડશે. આ સાથે ગોંડલથી 20 એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે. આ બસો આગામી 8 તારીખથી 12 નવેમ્બર સુધી રાઉન્ડ ધ ક્લોક ચાલનાર છે. જે અંતર્ગત જૂનાગઢ જનારા શ્રધ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.