MS યુનિવર્સિટીમાં NSUI તેમજ AGSUના નેતાઓએ માસ પ્રમોશન આપવાની માગ કરી - AGSU
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનોમાં મંગળવારે આવેદનપત્ર આપવાની હોડ જામી હતી. સિન્ડિકેટ બેઠકમાં સિન્ડિકેટ સભ્યોને આવેદનપત્ર આપવા NSUI તેમજ AGSUના નેતાઓ હેડઓફિસ ખાતે પહોચ્યાં હતા. NSUIના વ્રજ પટેલે FGS કૃપલ પટેલ સહિત વિદ્યાર્થીઓ સાથે સિન્ડિકેટ સભ્યોને પાંચ મુદ્દાને લઈ આવેદનપત્ર આપી માસ પ્રમોશન આપવા માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે,આવેદનપત્ર આપવાની હુંતા - તુસીમાં વિદ્યાર્થી નેતાઓ સોશિયલ ડિસ્ટનસિંગ ભૂલ્યા હતા. કોરોનાં સંક્રમણની ચિંતા કરી વિદ્યાર્થીઓના હીતને આગળ ધરનારા નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્ટને ભૂલ્યા હતા. જેને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે.