ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ભાલકા તીર્થ ક્ષેત્રમાં ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ - Krishna Janmotsav celebrated in Bhalka Tirtha
🎬 Watch Now: Feature Video
આજે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર સોમનાથ નજીક આવેલા ભાલકા તીર્થ ક્ષેત્રમાં ઉજવવામાં આવ્યો હતો. ભાલકા તીર્થ ક્ષેત્ર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની જીવન લીલા સંકેલી હોવાના સ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવ્યો હતો. આજે મધ્યરાત્રિના સમયે ભાલકા તીર્થ ક્ષેત્રમાં કૃષ્ણ જન્મના વધામણા કરીને શ્રી હરિના ભક્તોએ જન્માષ્ટમીના તહેવાર ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવ્યો હતો.